હવે તો ફક્ત તારી યાદ છે જિંદગી,
તેથીજ તો હજું આબાદ છે જિંદગી.
તેથીજ તો હજું આબાદ છે જિંદગી.
જ્યાં તું અને હું જ સાથે છીએ ફક્ત,
કલ્પનાનો ફક્ત સંવાદ છે જિંદગી.
કલ્પનાનો ફક્ત સંવાદ છે જિંદગી.
સંભળાય દરેક ક્ષણે, બધીંજ બાજું,
તારા નામનો એક નાદ છે જિંદગી.
એ ક્ષણ જયારે મળ્યાં હતાં આપણે,
પહેલી નજરનો ઉન્માદ છે જિંદગી.
આંવ કે ખુંટી રહ્યો સમય ‘અખ્તર’,
તારા વિના તો બરબાદ છે જિંદગી.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए