Poems / कविताए

આ જગતને ચાહવાનું મન થયું

આ જગતને ચાહવાનું મન થયું,
લ્યો મને માણસ થવાનું મન થયું.

એક કૂપળ ફૂટતી જોયા પછી,
ભીંત તોડી નાંખવાનું મન થયું

આ પવન તો ખેરવી ચાલ્યો ગયો,
પાન ડાળે મૂકવાનું મન થયું.

આ તરસ સૂરજની છે કહેવાય ના,
એમને નદીઓ ઢાંકવાનું મન થયું.

જાળને જળ એક સરખાં લાગતાં,
માછલીને ઊડવાનું મન થયું.

કોણ જાણે કંઈ રમત રમતાં હતાં,
બેઉં જણને હારવાનું મન થયું.

Leave a Reply