Deepa Sevak

મને ફક્ત તું જ ગમે

તું મને પૂછે કે બોલ તને શું શું ગમે ?
સાચું કહું તો રાત-દી તું સાથે રહે તો ગમે
એ શક્ય નથી તો સપનાનો સથવારો ગમે
તારા વિરહમાં સર્જાતો ખાલીપો ગમે
તારી યાદોનો મહેકતો ગુલદસ્તો ગમે
શ્વાસની આવનજાવનમાં તારો વર્તારો ગમે
હવામાં તારા અસ્તિત્વનો અણસારો ગમે
આ બધુ જ તે વગર માંગે આપ્યું છે પછી
બસ હવે તો તું સમજી જા મને ફક્ત તું જ ગમે …Deepa Sevak.

Leave a Reply