લઈ જાવ મારા બધા સપના
તમારી આંખોમાં ઍક રાત માટે,
તો તમને વિશ્વાસ બેસશે કે
હું તમને કેટલુ ચાહું છું.
પૂછો મારા મિત્રોને જે
તમારી વાતો સાંભળી થાકી ગયા છે,
તો તમને વિશ્વાસ બેસશે કે
હું તમને કેટલુ ચાહું છું.
મળજો ચાંદ અને તારાઓને,
જે સાક્ષી છે મારી રાત કેવી જાય છે,
તો તમને વિશ્વાસ બેસશે કે
હું તમને કેટલુ ચાહું છું.
વાત કરજો ઈશ્વરથી કે
મારી પ્રાર્થનાઑમાં કોણ હોય છે કાયમ,
તો તમને વિશ્વાસ બેસશે કે
હું તમને કેટલુ ચાહું છું.
બધા પાસે જવાબ લઈને
પહોંચજો મારી પાસે ચોક્કસ ”અખ્તર”
તો તમને વિશ્વાસ બેસશે કે
હું તમને કેટલુ ચાહું છું.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए, Very Nice
wow