પ્રેમની ધારાને તારી કોર વાળી પણ શકે.
જિંદગી આખી તું મારી સાથે ગાળી પણશકે.
આંખથી આંખો પરોવી ના શકે તો શું થયું!
‘હા’ કહેવા માટે પાંપણ નીચી ઢાળી પણ શકે.
છે ગઝલ મારી છતાં તારી જ એમાં વાત છે.
વાત મારી માનીને એને તું ટાળી પણ શકે.
પ્રેમ હો કે બંદગી ;દર્શનની રીતો એ જ છે.
બંધ આંખે તું મને હરપળ નિહાળી પણ શકે.
તારો છે ખામોશ એની જિંદગી તારી જ છે.
ચાહે તો અજવાળે ચાહે તો તું બાળી પણ શકે.
અજ્ઞાત
Categories: Poems / कविताए
bapu Dil ni vaat lakhi nakhi tame to…