Dr. Akhtar Khatri

આવા ભાગ્યા કદી લખાયા નહીં હોય.

આંસુ તેના પણ સુકાયા નહીં હોય,
ઝખ્મો તેના પણ રૂઝાયા નહીં હોય,
શું થાય બસ નસીબની બલિહારી છે,
આવા ભાગ્યા કદી લખાયા નહીં હોય.

હું રડું અહીં, ત્યાં તેની આહ્ નીકળતી હશે,
હું બળું અહીં, જલન ત્યાં તેને થતી હશે,
મરીશું સાથે અમે, ભલે જીવ્યા સાથે નહીં,
હું મરું અહીં, ત્યાં તેની રૂહ તડપતી હશે,

Leave a Reply