રોજે સવાર-સાંજ તારુ પુછવુ,
‘જમવામાં આજે શું બનાવુ ?’
સારુ લાગે છે મને.
દૂર કશેક જ્યારે હું હોઉં ત્યારે,
‘ યાદ આવે છે કે નહીં મારી ?’
સારુ લાગે છે મને.
ઉદાસ હોઉં હું ત્યારે પૂછે તૂ,
‘શું થયુ ? મને નહીં કહો ?’
સારુ લાગે છે મને.
તૂ કહે તે સાચુ જ પડે, ને પૂછે,
‘ આવુ જ થશે કહ્યુ’તૂ ને મેં ?’
સારુ લાગે છે મને.
હું રિસાઉં કદી તો પણ તૂ પૂછે,
‘ મારાથી કઈંક ભુલ થઈ કે શું ?’
સારુ લાગે છે મને.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए