ક્યારેક એવુ થાય કે સવાર થાય
બસ આંખ ખોલું ને તૂ સામે હોય.
ક્યારેક એવુ થાય કે યાદ આવે,
બસ નામ બોલું ને તૂ સામે હોય.
ક્યારેક એવુ થાય કે ભૂલાવુ તને,
બસ મનને તોલુ ને તૂ સામે હોય.
ક્યારેક એવુ થાય કે હું ખૂબ રડું,
હ્રદયના ઘા છોલું ને તૂ સામે હોય.
આશય જીવનનો ફક્ત તૂ ‘અખ્તર’
ઈશ્વર સામે બોલું ને તૂ સામે હોય.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए