Dr. Akhtar Khatri

તને જે ગમશે તે બની જઈશ, કહીને તો જો,

તને જે ગમશે તે બની જઈશ, કહીને તો જો,
કહીશ તો હવા, કહીશ તો પાણી બની જઈશ.

જાણું છું કે વસંત ઋતુથી છે તને બહું પ્રેમ,
કહે તો વાદળ, કહે તો વરસાદ બની જઈશ.

રંગો તારા મનગમતા છે અલગ અલગ તો,
જો તૂ કહીશ તો હું ઇંદ્રધનુષ બની જઈશ.

કોઈ પુસ્તકમાં સમાવી લેજે મને કાયમ માટે,
હું તારા માટે કવિતા કે ગઝલ બની જઈશ.

દીવાનો હું તો તારો ભવોભવથી છું પ્રિયે ,
તૂ જો બનીશ ફૂલ તો હું ભમરો બની જઈશ.

Leave a Reply