દિવસો વહે છે તેને યાદ કરતા કરતા,
ખુદના જ શ્વપ્નોથી રોજ લડતા લડતા.
જીવ નીકળી જાય છે કાયમ મારો હવે,
આંખોમાં ભીનાશને સંતાડતા સંતાડતા
ઉંઘ મારી લઈ ગયા તેમની સાથે, હવે,
રાત્રી વીતે તેની લંબાઈ માપતા માપતા.
આક્ષેપ છે વિધાતાને માથે પીડાઓનો,
વેઠ ઉતર્યો હશે કિસ્મત લખતા લખતા.
જિંદગી નથી જીવવા જેવી તેના વગર,
ને મૌત પણ રહી ગઈ મળતા મળતા.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए