Poems / कविताए

તો શાંતિ થાય મનને

તે મને જોઈ લે તો શાંતિ થાય મનને,
તે મને મળી લે તો શાંતિ થાય મનને

અક્ષર અક્ષર લખતા લખાય છે ગઝલ,
ફક્ત તે વાંચી લે તો શાંતિ થાય મનને

તેમના માટે જ જીવું છું તેય જાણે છે,
પોતાનો કરી લે તો શાંતિ થાય મનને

હ્રદયમાં વસ્યા છે ફક્ત તે સદીઓથી,
આંખોમાં ભરી લે તો શાંતિ થાય મનને

સાંભળે છે ઈશ્વર સાચા દિલની વાણી,
દુઆઓમાં રાખી લે તો શાંતિ થાય મનને

Leave a Reply