ઍકઍક શ્વાસ તમારા નામે કરી દીધા,
બધા ધબકારા તમારા નામે કરી દીધા.
નથી કારણ બીજુ તમારા સિવાય હવે,
બધા જ ભવ તમારા નામે લખી દીધા.
વાદળ, વર્ષા, પવન, પ્રકાશ ને ચાંદની,
સર્વની સાક્ષીમાં ઍકરારય કરી લીધા.
હું છું, તમે છો અને આપણો પ્રેમ બસ,
સુખોને જીવનની પોટલીમાં ભરી લીધા.
તમે હોવ બાહુપાશમાં પછી શું જોઈયે,
સાતે આસમાન આંખોમાં મેં ભરી લીધા.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए