નતમસ્તક છું હે ઈશ્વર તારી કરામતો જોઈને !
હસવા મ્હો ઍક આપ્યુ ને રડવા આંખો બે !
શું હશે તારા મનમાં તે સમયે કોને ખબર !
તોડવુ જ હશે તારે તો હ્રદય આપ્યુ કાંચનુ !
લાગણીઓ ભરીભરીને મૂકી માનવીમાં કેમ ?
અને પીડા ખમવાની શક્તિ શૂન્ય જેટલી !
પ્રેમ કરાવે તેનાથી જે નસીબમાં ન લખ્યા તેં !
હ્રદય તોડે જાણે તારા મન માનવી રમકડૂ હોય !
અળગા તેમને જ કરે જેના સિવાય જીવાય ના !
દૂર કરીને પછી સજા પાછી જીવતા રહેવાની !
પ્રાર્થના કરે કોઈ ખબર નહીં શા માટે તને રોજ !
જો ભાગ્યમાં લખેલુ તૂ ખુદ બદલી નથી શકતો !
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए, Very Nice
bhagwan bhagy ma lakhelu badli shake chhe j.shankar bhagwan.
mane haju evo anubhav nathi thayo komal ji