Dr. Akhtar Khatri

નથી માનતો હું કે તને પ્રેમ નથી,

નથી માનતો હું કે તને પ્રેમ નથી,
તેવુ હોઈ શકે કે તે મારી જેમ નથી.

તુટ્યુ હશે તારુ પણ દિલ ક્યારેક તો,
ઘા દેખાય છે દિલના તે હેમખેમ નથી.

તૂ છે મનમાં હવે અને રહીશ સદા અહીં,
તારુ થવુ છે હવે બીજી કોઈ નેમ નથી.

જેટલો સંબંધ તૂ નિભાવીશ ચાલશે મને,
કદી નહીં પૂછું કે વધુ સ્નેહ કેમ નથી.

ઘણુ આપીને પાછુ લીધુ છે ઈશ્વરે ‘અખ્તર’,
જાણ છે તૂ થઇશ મારી, હવે વ્હેમ નથી.

Leave a Reply