ફૂલો સાથે રહેવુ હોય,
તો કાં કંટક બનવુ પડશે
કાં માળી બનવુ પડશે
કંટક તેની રક્ષા કરશે,
માળી તેને તેની મંજિલ
સુધી પહોંચાડશે
પણ હું ફૂલ સાથે
રહેવા તેની સુગંધ
બનવાનુ પસંદ કરીશ
કે ફૂલ જીવશે ત્યાં સુધી
સાથ નિભાવીશ
ફૂલ મુરઝાય ઍટલે
સુગંધ પણ ખત્મ.
મારાથી તારા સિવાય
જીવાય કેમ !
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए