યાદ કર્યા અને તે તરત આવ્યા,
જિંદગીમાં તે પછી સતત આવ્યા,
બસ સુખોનો વરસાદ છે હવે તો,
દુખ જે ગયા તે ન પરત આવ્યા.
રિસામણા-મનામણાની મજા છે,
કેવી મજાની તેઓ રમત લાવ્યા.
બસ કેશના છાંયડામાં રહવુ હવે,
દિવસો હવે કેટલા સરસ આવ્યા.
થઈ ગયા તે ફક્ત મારા ‘અખ્તર’
સાત જન્મોની તેઓ શરત લાવ્યા.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए
osam line