સમુદ્ર મારો,
આખો માંગું કે ખોબોભરી માંગું,
તમારે શું ?
આભ મારુ, સૂર્ય મારો,
પ્રકાશ માંગું કે બે ચાર કિરણ માંગું,
તમારે શું ?
વાદળ મારા, વર્ષા મારી,
પાણી માંગું કે કરા માંગું,
તમારે શું ?
મેઘધનુષ મારુ, રંગો મારા,
રંગો માંગું કે ન માંગું,
તમારે શું ?
જિંદગી મારી, શ્વાસ મારા,
જીવું કે ન જીવું,
તમારે શું ?
શબ્દો મારા, લાગણીઓ મારી,
ગઝલ લખું કે મુક્તક લખું,
તમારે શું ?
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए