ઘણીવાર મારા માટેય રડતા જોયા છે તેમને,
પછી જગને બતાવવા હસતા જોયા છે તેમને.
માનું છું પ્રેમ તે પણ કરતા હશે ચોક્કસ મને,
પણ ઋતૂની જેમ રંગ બદલતા જોયા છે તેમને.
હશે તેમની પણ મજબૂરીઓ કે વિખૂટા થયા છે,
ઘણીવાર કિસ્મત સાથે ઝઘડતા જોયા છે તેમને.
વિરહ તે પણ સહેતા હશે મારી જેમ નાછુટકે જ,
તેથી જિંદગીનાય કાન આમળતા જોયા છે તેમને.
હજુ ભુલ્યા નહીં હોય ચોક્કસ મને તે ”અખ્તર”,
મારા વિશેની વાતો સાંભળતા જોયા છે તેમને.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए