એક પર્વત શા કારણે ઉભો હશે ઍક ઠેકાણે
સદીઓથી
રાહ જોતો હશે કોઈની મારી જેમ ?
તેનેય કોઈ પાછા ફરવાનો વાયદો કરીને ગયુ હશે ?
તેનુ મન ડગમગતુ હશે મારી જેમ ?
તેનેય દુખ થતુ હશે મારી જેમ ?
હતાશા પરેશાન કરતી હશે તેનેય ?
તે પણ બહારથી પથ્થર અને અંદરથી નર્મ્ હશે ?
તેનેય બીજા પર્વતો પાગલ કહેતા હશે ?
હું પણ રાહ જોઈશ તારી, પર્વતની જેમ
અડગ રહીને, અફર રહીને, અસહ્યને સહીને,
તૂ આવીશ, જરૂર આવીશ.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए