ક્યારેક મારા આલિંગનમાં કલાકો રહેવાવાળા,
રસ્તે પસાર થાય તો મારી અવગણના કરે છે.
જીવથી વ્હાલો હતો જેનો હું કૈંક કેટલાય વર્ષોથી,
આજે હવે અજાણ્યા બની કેવી આ છલના કરે છે.
વિતાવ્યા દરેક ક્ષણ હસી-ખુશીથી તેમની સાથે,
સ્મરણો તે દિવસોના રોજ દિલમાં ધરણા કરે છે.
રડાવીને ઈશ્વરને શું મળ્યુ હશે ? શું જાણે ‘અખ્તર’,
મારા અશ્રુના ખારા પાણીથી ઈશ્વર ઝરણા ભરે છે.
Categories: Dr. Akhtar Khatri