Poems / कविताए

શોધું છું

આંસુઓમાં ય એક આવકારો શોધું છું,
તારી આંખમાં સામેનો કિનારો શોધું છું

સાગરની જેમ વ્યથા પી ગયો જ્યારથી
તારી આંખોમાં પટ, એક ખારો શોધું છું

આયનાઓ ક્યારેય કહ્યું માનતા નથી,
કાચ ફોડીને એક ચહેરો મારો શોધું છું

તું આવી ચડે અચાનક એ ઘટના ઘટે
એવોય એક સમય અણધાર્યો શોધું છું
-Saket Dave…

Leave a Reply