હવે તે અહીં પાછા વળે તો સારુ,
જિંદગી મને પાછી મળે તો સારુ.
તે પણ રડતા તો હશે ચોક્કસ,
વિરહની આ ઘડી ટળે તો સારુ.
દુનિયા તો સમજી જ ન શકી,
ઈશ્વર આ દુખને કળે તો સારુ.
સુખનુ પલડુ હલકુ જ રહ્યુ છે,
પલડુ આ બાજુ ઢળે તો સારુ.
બહું વેદના છે વિરહની ‘અખ્તર’,
મિલન હવે થોડુ ભળે તો સારુ.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए