એ ક દિવસ અકબર બાદશાહ દરબાર ભરીને બેઠા હતા. અકબર ઘણી વાર દરબારમાં વિચિત્ર પ્રશ્નો પૂછતા હતા. આવા પ્રશ્નોના જવાબમાં દરબારીઓની બુદ્ધિની કસોટી થતી.
અકબરે દરબારીઓને પ્રશ્ન પૂછયો, “દિલ્હીમાં કુલ કાગડા કેટલા?” બાદશાહ આવો વિચિત્ર પ્રશ્ન પૂછશે એવી તો કોઈને ક્યાંથી કલ્પના હોય? માણસોની વસ્તી ગણતરી થાય. કાગડાની વસ્તી ગણતરી શી રીતે થાય? બધા દરબારીઓ મૂંઝાયા. કોઈ જવાબ આપી શક્યું નહીં. જે દરબારીઓને બિરબલની ઈર્ષા થતી હતી તેઓએ બાદશાહને કહ્યું કે, “જહાંપનાહ, આવા પ્રશ્નો તો તમારે બિરબલને જ પૂછવા જોઈએ. કેમ કે, તેને આવી બધી વધારે ખબર હોય છે.”
છેવટે અકબરે બિરબલ તરફ નજર કરી. બિરબલે થોડી વાર ચૂપ રહ્યા પછી જવાબ આપ્યો. હજૂર દિલ્હીમાં સાઠ હજાર છસ્સો અઠ્ઠાવન કાગડા છે.
“શું? તને બરાબર ખાતરી છે?” બાદશાહે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું.
“અને તેં કહ્યું તેના કરતાં કાગડાની સંખ્યા વધારે હોય તો?”
“જહાંપનાહ, તો આપણા શહેરના કાગડાઓના સગાઓ બહારગામથી તેઓને મળવા આવ્યા હશે.” બિરબલે તરત જવાબ આપતાં કહ્યું.
બિરબલે મૂંઝાયા વગર જવાબ આપ્યો, “તો આપ નક્કી માનજો કે આપણા શહેરના કાગડાઓ તેમના સગા-સંબંધીઓને મળવા બહારગામ ગયા હશે.
બિરબલના આવા હાજર જવાબોથી બાદશાહ પ્રભાવિત થયા અને જે દરબારીઓએ આ પ્રશ્ન બિરબલને પૂછવા માટેનું સૂચન કર્યું હતું તે ઝંખવાણા પડી ગયા.
બાદશાહે પેલા દરબારીઓ સામે ફરીને કહ્યું કે, “મને ખબર જ હતી કે બિરબલ પાસે તો આનો જવાબ તૈયાર જ હશે, પણ આજે હું બિરબલની નહીં તમારા લોકોની બુદ્ધિની પરીક્ષા કરતો હતો.” બાદશાહે ખુશ થઈને બિરબલની ખૂબ જ પ્રશંસા કરી.
Categories: KIDS ZONE / बच्चो के लिए