વાંધો મને કઈં નથી તમારાથી વિખુટો થાઉં તો,
તમારા વીના બસ મને જીવતા રહેવાનુ ન કહેશો
કોઈ તકલીફ નહીં થાય જો તમે મને ભૂલાવી દો,
જિંદગીમાં કદી પણ મને તમને ભૂલવાનુ ન કહેશો.
તમે ન વિચારો કદી મારા વિષે કોઈ વાંધો નથી,
મારે તમને શ્વપનોમાંય નહીં મળવાનુ ન કહેશો.
તમે ખુશ રહેજો જ્યાં પણ, જેની સાથે પણ હોવ,
જિંદગીમાં મને કદી પણ ખુશ રહેવાનુ ન કહેશો.
મળે તમને મારાથી સારુ કોઈ દુઆ છે ‘અખ્તર’,
મને કદી બીજા કોઈ વિષે વિચારવાનુ ન કહેશો.
Categories: Dr. Akhtar Khatri
really fantastic…