એક કુંભાર માટીમાંથી ચિલમ બનાવતો હતો. અચાનક ચિલમ બનાવતા બનાવતા એણે કુંજો બનાવવાનું શરુ કર્યું. માટીએ કુંભારને પૂછ્યું : “આમ અચાનક માટીમાંથી ચિલમને બદલે કુંજો કેમ બનાવવા માંડ્યા?” કુંભારે જવાબ આપ્યો : ” બસ, મારો વિચાર બદલાઈ ગયો.” એક ક્ષણ ગુમાવ્યા વિના માટીએ કહ્યું :” તારો વિચાર બદલાઈ ગયો, પણ મારોતો સંસાર બદલાઈ ગયો. ગઈકાલ સુધી ચીલામમાં તમાકુ-અગ્નિને કારણે મારો જીવ હેરાન થતો હતો, પણ હવે કુંજામાનું ઠંડુ પાણી પીને લોકો તરસ છીપાવે છે એ જોઇને મારા જીવ ને ટાઢક વળે છે.
એક વિચારને કારણે સંસાર બદલાઈ જાય એને લગતી આ તો એક નાની બોધકથા છે, પણ હકીકત એ છે કે માણસમાં કે સંસાર માં જે પરિવર્તન આવે એની પાછળ એક વિચાર જ હોય છે.
Categories: Sense stories / बोध कथाए, THINKING TIME / सोच का समंदर
fantastic story touch in heart…………..