તમે યાદ કરો અને હું ન આવુ તે નહીં બને,
તમે ચાહો કઈંક ને હું ન આપું તે નહીં બને.
લખું છું બસ આપણા પ્રેમની દાસ્તાન કાયમ,
તમારા સિવાય કશું પણ લખું તે નહીં બને.
માગી તો જુવો સૂરજ, ચાંદ કે લાખો તારા,
પગ તળે તેમને હું ન બિછાવું તે નહીં બને.
બસ ઈશારો કરો શું પસંદ છે, શું નાપસંદ,
તમારા હિસાબે દુનિયા ન ઢાળું તે નહીં બને.
બન્યો છું હું ફક્ત તમને પ્રેમ કરવા ‘અખ્તર’,
જિંદગીમાં તમારો પ્રેમ હું ન પામું તે નહીં બને.
Categories: Dr. Akhtar Khatri