હું નદી, તૂ સમુદ્ર,
મારી મંઝિલ તૂ.
હું વર્ષા, તૂ ધરા,
મારી મંઝિલ તૂ.
હું પુષ્પ તૂ ચરણ,
મારી મંઝિલ તૂ.
હું મહેક, તૂ પવન,
મારી મંઝિલ તૂ.
હું કિરણ, તૂ પ્રકાશ,
મારી મંઝિલ તૂ.
હું અશ્રુ, તૂ નયન,
મારી મંઝિલ તૂ.
હું આત્મા, તૂ શરીર,
મારી મંઝિલ તૂ.
અને તને પામીને
મને મંઝિલ મળી ગઈ
Categories: Dr. Akhtar Khatri