Dr. Akhtar Khatri

આજે બધી તકલીફોનુ નિવારણ મળી ગયુ,

આજે બધી તકલીફોનુ નિવારણ મળી ગયુ,
તમારાથી વિખૂટા થવાનુ કારણ મળી ગયુ.

સાધારણ માનવીનો સાધારણ પ્રેમ છે આ,
દુખી થવાનુ બહાનુ અસાધારણ મળી ગયુ.

ઝાંઝવાના જળ સમાન છે ખુશીઓ બધીજ,
વસે છે કાલ્પનિક સુખ તે રણ મળી ગયુ.

બહું સમજાવતા મિત્રો કે પ્રેમ ન જ કરાય,
લાગી ઠોકર ને મફતમાં ડહાપણ મળી ગયુ.

હ્તા કઈંક કેટલાય વહેમ મને તો ‘અખ્તર’,
દેખાડી દે સચ્ચાઈ તેવુ દર્પણ મળી ગયુ.

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply