મંઝિલ મળે કદી તો પૂછીશ તેને,
આટલી બધી દૂર તૂ કેમ હતી ?
અજવાળા અહીં કેટલા છે મંઝીલે,
અંધારી રાત જીવનભર કેમ હતી ?
નહીં મળે મંઝિલ કદી તેવુ કહીને,
શ્વપનોમાં મને ડરાવતી કેમ હતી ?
જિંદગીને શું દુશ્મની હતી મારાથી,
આશાઓને તે તોડતી કેમ હતી ?
ઍક ઈશ્વરે જ સાથ દીધો
બાકી દુનિયા વિરૂધ્ધ કેમ હતી ?
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए