Dr. Akhtar Khatri

વરસાદના ધરતી પર પડતા ટીપાઓમાં,

વરસાદના ધરતી પર પડતા ટીપાઓમાં,
મને કાયમ તારો પગરવ સંભળાય છે.

દેખાય છે બસ તારો જે ચહેરો આકાશમાં,
જ્યારે જ્યારે પણ ઇંદ્રધનુષ રચાય છે.

તારો અને મારો પ્રેમ હદ પાર કરી ગયો,
તેટલે જ પાગલોમાં ગણના થાય છે.

કણ કણ મારૂ સુખમાં ખીલી ગયુ મિલનના,
બધા દુખ તારા પ્રેમથકી ધોવાય છે.

આખુ બ્રહ્માંડ આપણે નામ થયુ  પણ
ઈશ્વર ક્યાં આશીર્વાદ આપી ધરાય છે.

Leave a Reply