જ્યારે તને કોઈ રડાવશે તો હું તને યાદ આવીશ,
જ્યારે તને કોઈ મનાવશે તો હું તને યાદ આવીશ.
ગજબ છે મારો પ્રેમ તને પણ ખબર હશે ચોક્કસ,
જ્યારે તને પણ પ્રેમ થશે તો હું તને યાદ આવીશ.
માનું છું કે ઘણી ભૂલો કરી હતી મેં પ્રેમ સંબંધમાં,
કોઈ મારી ભૂલો દોહરાવશે તો હું તને યાદ આવીશ.
હું હજી ત્યાંજ ઉભો છું રાહ જોઈને જ્યાં છોડ્યો તેં,
તને પણ કોઈ જોવડાવશે તો હું તને યાદ આવીશ.
દુઆ છે કે તને મારા જેવુ મળે જિંદગીમાં ,
પ્રેમથી તે તને નવડાવશે તો હું તને યાદ આવીશ.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए