ઍક જ અસ્વાસન સાથે જીવું છું,
આશાના ઘૂંટડા જેમતેમ પીવું છું.
પાછા વળીને આવશે જવાવાળા,
દરેક ક્ષણ ભલે જુદાઈમાં મરું છું.
ક્યારેક તો આવશે દિવસો મારાય,
આ વિચારી રડતા રડતા હસું છું.
ભરોસો કેવો તુટ્યો હશે મારો, લો,
હું પોતાની કબર જાતે જ ખોદુ છું.
કોઈને પ્રેમ આટલો કદી ન કરશો,
આ જ બધા મિત્રોને કાયમ કહું છું.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए