વસંત ઋતુની ભીની ભીની સુગંધ છો તમે,
નવા ઉગેલા પાંદડાનો લીલો રંગ છો તમે.
ફૂલોની ઉપમા તો ઓછી છે તમારા માટે,
વાદળોની વચ્ચે ખીલેલુ ઇંદ્રધનુષ છો તમે
ઍક ઝરણુ જાણે નીકળ્યુ શેહરની વચ્ચોવચ,
ઍ ઝરણામાંથી છલકાતુ ઠંડુ પાણી છો તમે.
વરસાદનુ બધુ પાણી ભેગુ થયુ દરિયામાં જઇ,
ઍ દરિયાની મદમસ્ત ઍવી લેહરો છો તમે
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए