Dr. Akhtar Khatri

”ચાલ તને ચાંદ બતાવુ”

”ચાલ તને ચાંદ બતાવુ” કહી
તેને આઈનો હાથમાં આપ્યો.
તે પછી તેનુ શરમાવુ
જાણે સાંજના ઢળતા સૂરજની લાલી,
અને
મને છાતી પર મૂકકો મારીને કહેવુ
”બહું ખરાબ છો તમે”
અને પછી મારુ તેની
સમુદ્રથી ઉંડી આંખોમાં ખોવાઈ જવુ,
જાણે પોતાની છબી તેની આંખોમાં
જોઈ અનેરો આનંદ મળ્યો હોય

આ દિવસો હજીય છે અમારા
બસ તારી તરફ જોવા માટે સમય કાઢવો પડે છે,
દુન્યવી જવાબદારીઓમાંથી.

પણ ઍક વાત કહીશ કે
હું તારો છું અને રહીશ સદા માટે

Leave a Reply