ઍક્વાર તમે દિલનો દરવાજો ખટખટાવો તો ખરા,
પ્રેમ તમને જરાય ઓછો લાગે તો ફરિયાદ કરજો.
મારી લાગણીઓના વરસાદમાં ભીંજાવ તો ખરા,
થોડા પણ જો સૂકા રહી જાવ તો ફરિયાદ કરજો.
તમારી તરસનો ઈલાજ ફક્ત અને ફક્ત હું છું,
મળ્યા પછી તરસ્યા રહી જાવ તો ફરિયાદ કરજો.
કણકણ શરીરનો તમારા જ નામે કર્યો છે મેં તો,
મૌત પણ તમારે નામ ન કરું તો ફરિયાદ કરજો.
આખા બ્રહ્માંડમાં આપણી જ ચર્ચાઓ થશે ,
ભવોભવ જો સાથ ન આપું હું તો ફરિયાદ કરજો.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए