મળ્યુ છે જીવન નવુ જિંદગીને જેનાથી તે તમે છો,
મળ્યુ છે અજવાળુ અંધારામાં જેનાથી તે તમે છો.
હતુ કોઈ મારા નામનુ તમને મળ્યા પહેલા કદાચ,
મળ્યુ છે નવુ નામ મને આજે જેનાથી તે તમે છો.
લાગણીઓના પ્રવાહમાં ખુશીથી વહીશું સાથે હવે,
દરિયો મળ્યો સુખોનો મને તો જેનાથી તે તમે છો.
દરિયો મળ્યો સુખોનો મને તો જેનાથી તે તમે છો.
રાતોથી બીતો હતો કે શ્વપ્નો આવશે તો શું કરીશ,
શ્વપ્નો મારા હકીકત બન્યા છે જેનાથી તે તમે છો.
પ્રાર્થનાઓ બધી સ્વીકારી, તમે અપનાવ્યો,
ઈશ્વરનો મારા માથે હાથ છે જેનાથી તે તમે છો.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए