Dr. Akhtar Khatri

તો શું થશે નથી જાણતો.

તમારા હોવાથી જ તોછે આ અસ્તિત્વ મારુ,
તમે જ નહીં હોવ તો શું થશે નથી જાણતો.

રોમેરોમના માલિક બસ તમને જ બનાવ્યા,
તમે અળગા થશો તો શું થશે નથી જાણતો.

લાગણીઓ લખી જાણૂ છું કહી નથી શકતો,
તમે નહીં સમજો તો શું થશે નથી જાણતો.

 

અદભૂત અનુભવ છે તમારા સંગાથનો મારો,
બીજા જન્મે ન મળો તો શું થશે નથી જાણતો.

ખાસ છો તમે મારા માટે ઈશ્વર પણ જાણે છે ,
દુનિયા જો ન માને તો શું થશે નથી જાણતો.

Leave a Reply