દુનિયાને લાગે છે કે હું શોખ પુરો કરવા લખું છું,
ફક્ત હું જ જાણૂ છું કે હું કવિતા શું કરવા લખું છું.
દરેક ક્ષણ તમારી યાદ નવી કવિતાની ભેંટ આપે,
તમારી વિદાય પછીનો આ ખાલીપો ભરવા લખું છું,
કદાચ કશેક તમે પણ વાંચી લો મનની વ્યાકુળતા,
આશાઓ આ મારા હ્રદયની જીવતી રાખવા લખું છું.
હાથમાં હાથ રાખી આભ તળે આપણે બંને મળીને,
જોયેલા બધા શ્વપ્નોને હકીકતમાં ફેરવવા લખું છું.
હશે બધો કિસ્મતનો જ આ ખેલ પ્રેમમાં ,
ઈશ્વરનો અળગા કરવાનો નિર્ણય બદલવા લખું છું.
ઈશ્વરનો અળગા કરવાનો નિર્ણય બદલવા લખું છું.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए