વિચાર્યુ કે
થોડા ઘણા સ્મરણો,
પહાડ જેવી જિંદગી,
હતાશા જ હતાશા,
ઍકલતાનો ભાર,
જિંદગી વીતશે કેવી રીતે ?ત્યાં જ ઍક નાની અમથી આશાના
તેનાથીય નાના મોતીને ઈશ્વરે
મારી તરફ ફેંક્યુ
અને બોલ્યા
”જીવી લે જિંદગી આના સહારે ”
તેનાથીય નાના મોતીને ઈશ્વરે
મારી તરફ ફેંક્યુ
અને બોલ્યા
”જીવી લે જિંદગી આના સહારે ”
રહસ્ય હશે ઈશ્વરનુ કોઈ તેવુ વિચારી
વીતે જાય છે જિંદગી
તે જ આશાના મોતીના સહારે.
Categories: Dr. Akhtar Khatri, Very Nice