તેના વગર ચૂપ ચૂપ રહેવુ સારુ લાગે છે,
તેને કહ્યા વગર દુખને સહેવુ સારુ લાગે છે
જેની યાદમાં આખો દિવસ અશ્રુ વહેતા રહે,
જ્યારે તે મળે તો ચૂપ રહેવુ સારુ લાગે છે.
મળીને તેને અલગ ન થઈ જઈયે ડરું છું,
તેટલે તેના થી દુર જ રહેવુ સારુ લાગે છે.
જાણું છું પ્રેમમાં બસ અશ્રુ જ મળે છે કાયમ,
કઈં પણ હોય આ ઝેર પીવુ સારુ લાગે છે.
મન ચાહે કે બધા સુખ તેના નામ કરું ,
તેના પ્રેમમાં બધુ ગુમાવવુ સારુ લાગે છે
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए