ખુદ રાતને ઍક્વાર જગાડવી છે આખી રાત,
તેનેય ખબર તો પડે કે શું વીતે છે મારી પર.
ખુદ આંસુઓને રાડાવવા છે ચૌધાર આંસુઓથી,
તેનેય ખબર તો પડે કે શું વીતે છે મારી પર.
ખુદ દુખનેય થોડા દુખ આપી જોવા છે ઍક્વાર,
તેનેય ખબર તો પડે કે શું વીતે છે મારી પર.
ખુદ ઈશ્વરને પ્રેમી બની લાવવો છે અહીં ;
તેનેય ખબર તો પડે કે શું વીતે છે મારી પર.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए