Dr. Akhtar Khatri

જો તૂ કારણ ન પૂછે તો ઍક વાત કહું?

જો તૂ કારણ ન પૂછે તો ઍક વાત કહું,
તારા વીના હવે જીવવુ બહું મુશ્કેલ છે.
મૌતથી ડર્યો નથી હું ક્યારેય જીવનમાં,
પણ તને મળ્યા વીના મરવુ મુશ્કેલ છે.

આશા જ્યાં સુધી જીવંત રહેશે મળવાની,
ત્યાં સુધી પ્રેમના સુર્યનુ ઢળવુ મુશ્કેલ છે.
તારા માટે રચાયો છું હું માન કે ન માન,
બીજા કોઈ માટે મારુ વિચારવુ મુશ્કેલ છે.
હજી ભાગ્ય પરથી ભરોસો ઉઠ્યો નથી ,
ઈશ્વરનુ આ બાબતે મન કળવુ મુશ્કેલ છે.

Leave a Reply