આખી જિંદગી પ્રભુથી માંગ માંગ કરે આ માણસ,
હાથ આપીને માણસને પ્રભુ પણ પસ્તાતા જ હશે.
પ્રભુના અસ્તિત્વ પર પણ સવાલ કરે આ માણસ,
દીમાગ આપીને માણસને પ્રભુ પણ પસ્તાતા જ હશે.
ઉમર વીતે ત્યાં સુધુ લાગણીઓથી રમે આ માણસ,
હ્રદય આપીને માણસને પ્રભુ પણ પસ્તાતા જ હશે..
ખોટા રસ્તા અને મુકામ પસંદ કરે છે આ માણસ,
પગ આપીને માણસને પ્રભુ પણ પસ્તાતા જ હશે.
બધુ પામ્યા પછીય નસીબને કોસતો રહે આ માણસ,
માનવ બનાવીને ખરેખર પ્રભુ પસ્તાતા જ હશે.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए