Dr. Akhtar Khatri

જો તૂ ના હોત.

મરવાના કારણ હોત જીવવાનુ ઍકેય ના હોત,
હતો ના હતો થઈ ગયો હોત જો તૂ ના હોત.

સમય અને પ્રણય ની વાત છે આ જિંદગી તો,
સમય તો હોત પણ પ્રણય ના હોત જો તૂ ના હોત.

કઈંક કેટલાય સપના જોયા છે તારા માટે હું ઍ,
ઉંઘ ના હોત, ના સપનાય હોત જો તૂ ના હોત.

આદત હતી તૂ મારી હવે જરૂરત બની ગયી છે,
શું વિચારૂ ? શું થાત ??? જો તૂ ના હોત.

તુજ થકી છે બસ દુનિયા હવે મારી ,
બતાવ મને, હું કેવી રીતે હોત જો તૂ ના હોત.

Leave a Reply