ઉજ્જડ ગામનો રાજા છું
જેવો છું બસ તમારો છું
દુખોની સલ્તનત લઈ બેઠો છું
જેવો છું બસ તમારો છું
તારી યાદોનો ખજાનો છે,
જેવો છું બસ તમારો છું
કલ્પનાઓના સેંકડો ઘોડા છે
જેવો છું બસ તમારો છું
શ્વપનોનો રાજકુમાર છું,
જેવો છું બસ તમારો છું
હાં થોડો અહંકારી છું
જેવો છું બસ તમારો છું
Categories: Poems / कविताए