ચંદ્રને વાહન બનાવી તને બેસાડું તેની પર,
તેવી ઈચ્છા છે
હું ફુલ બનું અને પછી તૂ સુંઘે હાથમાં લઈ,
તેવી ઈચ્છા છે
તૂ સુવે જ્યારે રાત્રે, આખી રાત તને જોયા કરું,
તેવી ઈચ્છા છે
સૂર્યની આજુબાજુ તને ઍક ચક્કર મરાવુ,
તેવી ઈચ્છા છે
તારા દરેક વિચાર તૂ બોલ તે પહેલા જાણી જાઉં,
તેવી ઈચ્છા છે
વાદળોની પથારી બનાવી બેસીયે ઉપર સાથે,
તેવી ઈચ્છા છે
ગુલાબના ફુલ બિછાવુ, તૂ જ્યાં જ્યાં પગ મૂકે,
તેવી ઈચ્છા છે
તારી દરેક પ્રાર્થના ઈશ્વર સ્વીકારે દર વખતે,
તેવી ઈચ્છા છે
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए