Dr. Akhtar Khatri

અજબ ગજબ કલ્પનામાં રાચે છે મન આ પાગલ મારુ.

આગમન તારુ અણધાર્યુ, આકસ્મિક તે પણ મારા આંગણે,
અજબ ગજબ કલ્પનામાં રાચે છે મન આ પાગલ મારુ.

કદી લાગે કે શ્વપ્નોના આકાશમાંથી તૂ આવીશ જીવનમાં,
અજબ ગજબ કલ્પનામાં રાચે છે મન આ પાગલ મારુ.

ક્યારેક વિચારું કે કવિતાના શબ્દોમાંથી તૂ ઉતરે ઘરમાં,
અજબ ગજબ કલ્પનામાં રાચે છે મન આ પાગલ મારુ.

ક્યારેક રડતી આંખોના આંસુઓમાં તારી હું કલ્પના કરું,
અજબ ગજબ કલ્પનામાં રાચે છે મન આ પાગલ મારુ.

પ્રાર્થના કરું તો લાગે દરવાજે આવી ઉભી છે તૂ,

Leave a Reply