KIDS ZONE / बच्चो के लिए

એકડે એક થી દસ

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો
બંને બથ્મબત્થા બાઝી કરતા મોટો ઝઘડો

તગડો તાળી પાડે ને નાચે તા તા થય
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઉતારી ગઈ
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો એની લઇ ગયો લંગોટી
આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખાસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કુલ ની બસ.
– રમેશ પારેખ

Leave a Reply