કુટેવ કહે છે લોકો હવે મારા પ્રેમની શ્રધ્ધાને,
કુટેવ તો કુટેવ હું તો પ્રેમ કરીશ બસ તને જ.
આંખો મારી ભલે થાકી તારી રાહ જોતા જોતા,
મન હાર્યુ નથી, હું તો પ્રેમ કરીશ બસ તને જ.
રાતનો રાહી બનીનેય ખુશ છું તારા પ્રેમમાં,
શ્વપ્નોમાં જીવીશ, હું તો પ્રેમ કરીશ બસ તને જ.
ઉપકાર માનું છું ઈશ્વરનો જેણે પ્રેમ બનાવ્યો,
દુઆ કરીશ પામવા હું તો પ્રેમ કરીશ બસ તને જ.
રસ્તાની ખબર નથી, નથી મંઝિલની ખબર,
તો પણ જાણી લે હું તો પ્રેમ કરીશ બસ તને જ.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए
nice poem 🙂