Poems / कविताए

અણસાર આવી ગયો.

દુખોની આંધી આવવાનો અણસાર આવી ગયો,
સુખોનો અંત થઈ જવાનો અણસાર આવી ગયો.

કટાક્ષમાં વાતો કરે છે જિગર-જાન મિત્રો મારા,
દુશ્મનોનો વધી જવાનો અણસાર આવી ગયો.

ઍક વ્યક્તિ હતી જીવથી વ્હાલી તેય ભૂલી હવે,
પ્રેમ પણ નિષ્ફળ થવાનો અણસાર આવી ગયો.

હ્સવુ ઘણુ અઘરુ લાગે છે કામ મને આજકાલ,
આંખોથી અશ્રુ-વર્ષા થવાનો અણસાર આવી ગયો.

પ્રાર્થના હવે સ્વીકારાતી નથી મારી ઍક પણ,
બંદગી અસફળ થવાનો અણસાર આવી ગયો.

Leave a Reply